1 કાળવ્રત્તાંત 4 : 1 (GUV)
યહૂદાના પુત્રો:પેરેસ, હેસ્રોન, કાર્મી, હૂર તથા શોબાલ.
1 કાળવ્રત્તાંત 4 : 2 (GUV)
શોબાલના પુત્ર રાયાથી યાહાથ થયો. યાહાથથી આહુમાય તથા લાહાદ થયા. એ સોરાથીઓનાં કુટુંબો છે.
1 કાળવ્રત્તાંત 4 : 3 (GUV)
એટામના પિતા [ના પુત્રો] આ હતા: યિઝ્‍એલ, યિશ્મા તથા યિદબાશ. તેઓની બહેનનું નામ હાસ્સલેલ્પોની હતું.
1 કાળવ્રત્તાંત 4 : 4 (GUV)
ગદોરનો પિતા પનુએલ, તથા હૂશાનો પિતા એઝેર. તેઓ બેથલેહેમના પિતા એફ્રાથાના જ્યેષ્ઠપુત્ર હૂરના પુત્રો છે.
1 કાળવ્રત્તાંત 4 : 5 (GUV)
તકોઆના પિતા આશ્હૂરને બે પત્નીઓ હતી, હેલા તથા નારા.
1 કાળવ્રત્તાંત 4 : 6 (GUV)
તેને નારાને પેટે અહુઝઝામ, હેફેર, તેમેની તથા હાહાશ્તારી થયા. એઓ નારાના પુત્રો હતા.
1 કાળવ્રત્તાંત 4 : 7 (GUV)
હેલાના પુત્રો:સેરેથ, યિસ્હાર તથા એથ્નાન હતા.
1 કાળવ્રત્તાંત 4 : 8 (GUV)
હાક્કોસથી આનૂમ, સોબેબા તથા હારુનના પુત્ર અહાહેલનાં કુટુંબો થયાં.
1 કાળવ્રત્તાંત 4 : 9 (GUV)
યોબેસ પોતાના ભાઈઓ કરતાં વધારે નામાંકિત હતો. તેની માએ તેને દુ:ખથી જન્મ આપ્યો, માટે તેણે તેનું નામ યાબેસ પાડ્યું.
1 કાળવ્રત્તાંત 4 : 10 (GUV)
યાબેસે ઇઝરાયલના ઈશ્વરને વિનંતી કરી, “જો તમે મને ખચીત જ આશીર્વાદ આપો, મારી સીમા વિસ્તારો, તમારો હાથ મારી સાથે રહે, ને તમે મને આપત્તિથી એવી રીતે બચાવો કે મારે માથે કંઈ દુ:ખ આવી ન પડે, તો હું કેવો આશીર્વાદિત! “ અને તેણે જે માગ્યું તે ઈશ્વરે તેને આપ્યું.
1 કાળવ્રત્તાંત 4 : 11 (GUV)
શુહાના ભાઈ ફલૂબથી મહીર થયો. તે એશ્તોનનો પિતા હતો.
1 કાળવ્રત્તાંત 4 : 12 (GUV)
એશ્તોનથી બેથરાફા, પાસેઆ, તથા નાહાશ શહેર વસાવનાર તહિન્‍ના થયા. તેઓ રેખાના માણસો છે.
1 કાળવ્રત્તાંત 4 : 13 (GUV)
કનાઝના પુત્રો:ઓથ્નીએલ તથા સરાયા. ઓથ્નીએલનો પુત્ર હથાથ.
1 કાળવ્રત્તાંત 4 : 14 (GUV)
મોનોથાયથી ઓફ્રા થયો. સરાયાથી ગેહરાશીમનો પિતા યોઆબ થયો. તેઓ તો કારીગર હતા.
1 કાળવ્રત્તાંત 4 : 15 (GUV)
યફુન્‍નેના પુત્ર કાલેબના પુત્રો:ઈરુ, એલા તથા નામ, અને એલાના પુત્રો; અને કનાઝ.
1 કાળવ્રત્તાંત 4 : 16 (GUV)
યહાલ્લેલેલના પુત્રો:ઝીફ, ઝીફ્રા, તીર્યા તથા અસારેલ.
1 કાળવ્રત્તાંત 4 : 17 (GUV)
એઝરાના પુત્રો:યેથેર, મેરેદ, એફ્રેર તથા યાલોન, અને મેરેદને ફારુનની પુત્રી બિથ્યાને પેટે મરિયમ તથા શામ્માય તથા એશ્તમોઆનો પિતા તિશ્બા થયાં.
1 કાળવ્રત્તાંત 4 : 18 (GUV)
તેની યહૂદી પત્નીને પેટે ગદોરનો પિતા યેરેદ, સોખોનો પિતા હેબેર તથા ઝાનોઆનો પિતા યકૂથીએલ થયા. બિથ્યા નામની ફારુનની પુત્રી જેને મેરેદ પરણ્યો હતો તેના પુત્રો એ છે.
1 કાળવ્રત્તાંત 4 : 19 (GUV)
નાહામની બહેનના, એટલે હોદિયાની પત્નીના દીકરા, તે ગાર્મી-કઈલાનો પિતા તથા માખાથી એશ્તમોઆ હતા.
1 કાળવ્રત્તાંત 4 : 20 (GUV)
શિમોનના પુત્રો:આમ્નોન, રિન્‍ના, બેન-હાનાન તથા તિલોન, યિશઈના પુત્રો:ઝોહેથ તથા બેન-ઝોહેથ.
1 કાળવ્રત્તાંત 4 : 21 (GUV)
યહૂદાના પુત્ર શેલાના પુત્રો:લેખાનો પિતા એર, મારેશાનો પિતા લાદા તથા બેથ-આશ્બેઆના રહેવાસીઓ, એટલે જેઓ શણનાં ઝીણાં વણનારા હતા તેઓના કુટુંબો.
1 કાળવ્રત્તાંત 4 : 22 (GUV)
યોકીમ, કોઝેબાના માણસો, યોઆશ તથા સારાફ, જે મોઆબમાં રાજ કરતો હતો, અને પાછળથી બેથલેહેમમાં રહેવા ગયો. ઉપલી હકીકત પુરાતન લેખોને આધારે છે.
1 કાળવ્રત્તાંત 4 : 23 (GUV)
તેઓ કુંભાર હતા, ને નટાઈમ તથા ગદેરાના રહેવાસીઓ હતા. તેઓ રાજાની સાથે તેના કામને માટે ત્યાં રહેતા હતા.
1 કાળવ્રત્તાંત 4 : 24 (GUV)
શિમયોનના દીકરા: ળ નમુએલ, યામીન, યારીબ, ઝેરા તથા શાઉલ:
1 કાળવ્રત્તાંત 4 : 25 (GUV)
તેનો પુત્ર શાલુમ, ને તેનો પુત્ર મિબ્સામ, ને તેનો પુત્ર મિશ્મા.
1 કાળવ્રત્તાંત 4 : 26 (GUV)
મિશ્માના પુત્રો:તેનો પુત્ર હામુએલ, તેનો પુત્ર ઝાક્કૂર ને તેનો પુત્ર શિમઈ.
1 કાળવ્રત્તાંત 4 : 27 (GUV)
શિમઈને સોળ પુત્રો તથા છ પુત્રીઓ થયાં. પણ તેના ભાઈઓને ઘણાં સંતાન નહોતાં. તેમ જ તેઓનું આખું કુટુંબ યહૂદાના વંશજોની જેમ વૃદ્ધિ પામ્યું નહિ.
1 કાળવ્રત્તાંત 4 : 28 (GUV)
તેઓ બેરશેબામાં મોલાદમાં, હસારશુઆલમાં;
1 કાળવ્રત્તાંત 4 : 29 (GUV)
બિલ્લામાં, એસેમમાં, તોલાદમાં;
1 કાળવ્રત્તાંત 4 : 30 (GUV)
બથુએલમાં હોર્મામાં, સિકલાંગમાં;
1 કાળવ્રત્તાંત 4 : 31 (GUV)
બેથ-માર્કબોથમાં, હસાર-સુસીમમાં, બેથ-બિરઈમાં તથા શારાઈમમાં રહેતા હતા. દાઉદના અમલ સુધી એ તેઓનાં નગર હતાં.
1 કાળવ્રત્તાંત 4 : 32 (GUV)
વળી એટામ, આઈન, રિમ્મોન, તોખેન, તથા આશાન, એ પાંચ નગર,
1 કાળવ્રત્તાંત 4 : 33 (GUV)
તથા બાલ સુધી તે જ નગરોની ચારે તરફનાં સર્વ ગામો પણ તેઓના હતાં. એ તેઓના રહેઠાણ હતાં. તેઓએ પોતાની વંશાવળી રાખેલી છે.
1 કાળવ્રત્તાંત 4 : 34 (GUV)
મેશોબાબ, યામ્લેખ, અમાસ્યાનો પુત્ર યોશા;
1 કાળવ્રત્તાંત 4 : 35 (GUV)
યોએલ તથા આસીએલના પુત્ર સરાયાના પુત્ર યોશિબ્યાનો પુત્ર યેહૂ;
1 કાળવ્રત્તાંત 4 : 36 (GUV)
એલ્યોએનાય, યાકોબા, યશોહાયા, અસાયા, અદીએલ, યસીમીએલ તથા બનાયા;
1 કાળવ્રત્તાંત 4 : 37 (GUV)
શમાયાના પુત્ર શિમ્રીના પુત્ર યદાયાના પુત્ર આલ્લોનના પુત્ર શિફઈનો પુત્ર ઝિઝા.
1 કાળવ્રત્તાંત 4 : 38 (GUV)
એ નામના પુરુષો પોતાનાં કુટુંબોના સરદારો હતા. તેઓના કુટુંબો બહુ વૃદ્ધિ પામ્યા.
1 કાળવ્રત્તાંત 4 : 39 (GUV)
તેઓ પોતાના ટોળાને માટે ઘાસચારો શોધવાને માટે ગદોરની ભાગળ એટલે નીચાણની પૂર્વ બાજુ સુધી ગયા.
1 કાળવ્રત્તાંત 4 : 40 (GUV)
તેઓને પૌષ્ટિક તથા સારો ચારો મળ્યો, ને દેશ વિશાળ, શાંત તથા સુલેહશાંતિવાળો હતો. કેમ કે અગાઉ ત્યાંના રહેવાસીઓ હામના વંશજો હતા.
1 કાળવ્રત્તાંત 4 : 41 (GUV)
આ નામવાર ગણાવેલા પુરુષો યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં આવ્યા, ને ત્યાંના રહેવાસીઓના તંબુઓનો નાશ કર્યો. તથા જે મેઉનીમ ત્યાં મળી આવ્યા તેઓનો જળમૂળથી નાશ કર્યો, ને તેઓની જગાએ પોતે રહ્યા, કેમ કે તેઓનાં ટોળાંને માટે ત્યાં ચારો હતો.
1 કાળવ્રત્તાંત 4 : 42 (GUV)
તેઓમાંના કેટલાક, એટલે શિમયોનના પુત્રોમાંના પાંચસો પુરુષો યિશઈના દીકરા પલાટ્યા, નાર્યા, રફાયા તથા ઉઝિએલની સરદારી નીચે સેઈર પર્વત તરફ ગયા.
1 કાળવ્રત્તાંત 4 : 43 (GUV)
અને બાકીના બચેલા અમાલેકીઓને તેઓએ માર્યા, ને તેઓ આજ સુધી ત્યાં વસેલા છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43

BG:

Opacity:

Color:


Size:


Font: